Numbers 20:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ જગ્યાનું નામ મરીબાહનું પાણી એવું પાડવામાં આવ્યું, કેમ કે ત્યાં ઇઝરાયલના લોકોએ યહોવાહ સાથે ઝઘડો કર્યો હતો, તેઓ મધ્યે તેમણે પોતાને પવિત્ર મનાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બધું તો મરીબા (એટલે તકરાર) મુકામે બન્યું. આ સ્થળે ઇઝરાયલીઓએ પ્રભુ વિરુધ તકરાર કરી અને પોતે પવિત્ર છે તે પ્રભુએ તેમને બતાવી આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ તો મરીબા [એટલે તકરાર] નાં પાણી છે, કેમ કે ઇઝરાયલી લોકોએ યહોવાની સાથે તકરાર કરી, અને તેઓ મધ્યે તેણે પોતાને પવિત્ર મનાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સ્થળનું નામ “મરીબાહ” નું પાણી એટલે “તકરારનું પાણી” પાડવામાં આવ્યું કારણ કે, “મરીબાહ” ના ઝરા આગળ આ બન્યું હતું. જયાં ઇસ્રાએલીઓએ યહોવા વિરુદ્ધ ઝઘડો કર્યો હતો અને જયાં યહોવાએ તેમને પરચો બતાવ્યો હતો.