Numbers 21:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાંથી તેઓ મુસાફરી કરીને બએર એટલે જે કૂવા સંબંધી યહોવાહે મૂસાને કહ્યું હતું કે, "તું લોકોને મારા માટે એકત્ર કર હું તેઓને પાણી આપીશ ત્યાં આવ્યા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી તેઓ બએર આવ્યા. આ કૂવા આગળ પ્રભુએ મોશેને કહ્યું હતું કે, “તું લોકોને એકત્ર કર અને હું તેમને પાણી આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાંથી “બએરની પાસે [તેઓ આવ્યા]. એટલે જે કૂવા સંબંધી યહોવાએ મૂસાને કહ્યું, કે ‘લોકોને એક્ત્ર કરો ને હું તેઓને પાણી આપીશ, ’ તે જ તે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ઇસ્રાએલી પ્રજા મુસાફરી કરીને બએર (કૂવો) આવી. અહીંના કૂવા આગળ યહોવાએ મૂસાને કહ્યું હતું કે, “તું લોકોને એકઠા કર અને હું તેઓને પાણી આપીશ.”