Numbers 21:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓ હોર પર્વતથી સૂફ સમુદ્રે જતા માર્ગે ચાલી નીકળ્યા કે જેથી તેઓ અદોમની સરહદની બહાર થઈને જઈ શકે. રસ્તો લાંબો હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ હોર પર્વતથી સૂફ સમુદ્રને માર્ગે, અદોમ દેશની હદની બહાર રહીને ચકરાવો ખાઈને ચાલ્યા. અને રસ્તા [ની લંબાઈ] ના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી.