Numbers 22:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગધેડી યહોવાહના દૂતને જોઈને બલામ સાથે નીચે બેસી પડી. બલામને ગુસ્સો આવ્યો અને તેણે ગધેડીને લાકડીથી મારી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ વખતે ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે બલામને લઈને બેસી પડી. બલામને ખૂબ જ ગુસ્સો ચડયો અને તેણે ગધેડીને લાકડીથી ઝૂડી પાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગધેડીએ યહોવાના દૂતને જોયો, ને બલામને લઈને તે બેસી ગઈ. અને બલામને રોષ ચઢ્યો, ને તેણે ગધેડીને લાકડી મારી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના દૂતને જોઈ તે બલામ સાથે જમીન પર બેસી પડી, તેથી બલામ એકદમ ગુસ્સે થઈ ગયો અને તેણે ગધેડીને ફરીથી લાકડીએ લાકડીએ માંરી.