Numbers 22:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બલામે યહોવાહના દૂતને કહ્યું, "મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે તું માર્ગમાં મારી સામે ઊભો છે. તો હવે, જો આ સફરથી તું નારાજ થયો છે, તો જ્યાંથી હું આવ્યો છું ત્યાં હું પાછો જઈશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બલામે પ્રભુના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. મારો સામનો કરવા તમે મારા માર્ગમાં આડા ઊભા છો તેની મને ખબર ન હતી. મારું જવું તમને પસંદ પડતું ન હોય તો હું ઘેર પાછો જવા તૈયાર છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે; કેમ કે તું મને એટકાવવાને રસ્તામાં ઊભો હતો તે હું જાણતો નહોતો. અને હવે જો તને ખોટું લાગે તો હું પાછો જઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યુ છે. માંરી ભૂલ થઈ ગઈ છે, મને ખબર નહોતી કે, તમે માંરા માંર્ગમાં આડા ઊભા છો, તમાંરી ઈચ્છા હું ત્યાં ન જાઉં તેવી હોય તો હું પાછો ઘેર જઈશ.”