Numbers 24:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો તે યહોવાહને પસંદ પડ્યું છે, તેથી તે મંત્રવિદ્યા કરવા ગયો નહિ, પણ, તેણે અરણ્યની તરફ જોયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે બલામને ખબર પડી ગઈ હતી કે પોતે ઇઝરાયલીઓને આશિષ આપે એવું પ્રભુ ઈચ્છે છે, તેથી પ્રથમની માફક તે શકુન જોવા ગયો નહિ. પણ રણપ્રદેશ તરફ મોં ફેરવીને ઊભો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો એ યહોવાને સારું લાગ્યું છે, ત્યારે તે આગળની જેમ શકુન જોવા ગયો નહિ, પણ તેણે અરણ્યની તરફ પોતાનું મુખ રાખ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.