Numbers 25:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેમણે તેમનાં કાવતરાંથી તમને પરેશાન કર્યા છે અને પયોરના કિસ્સામાં તથા તે પછી ફાટી નીકળેલ રોગચાળા દરમ્યાન મારી નંખાયેલ મિદ્યાની આગેવાનની દીકરી કોઝબીની બાબતમાં તમને ફસાવ્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેઓરની બાબતમાં તથા પોતાની બહેન, એટલે મિદ્યાનના અધિપતિની દીકરી કીઝબી, કે જેને પેઓરની બાબતની મરકીને દિવસે મારી નાખવામાં આવી. તેની બાબતમાં તમને ફસાવ્યા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેઓરમાં તેમણે મિદ્યાની સ્ત્રીઓ દ્વારા તને ખેલ કરાવી, તમને મિથ્યા દેવ બઆલની પૂજા કરતા કર્યા, મિદ્યાની આગેવાનની પુત્રી કોઝબી નામની સ્ત્રી દ્વારા તેઓએ તમને ફસાવ્યાં. પછી મૂર્તિપૂજાને કારણે ઇસ્રાએલીઓ એક રોગથી મૃત્યુ પામ્યા. તેથી તેઓ તમાંરા દુશ્મનો છે.”