Numbers 25:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે મોઆબીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવા આમંત્રણ આપતા હતા. તેથી લોકોએ ખાધું અને મોઆબીઓના દેવોની પૂજા કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ યુવતીઓ તેમને તેમના દેવોના યજ્ઞોની મિજબાનીમાં બોલાવતી. ઇઝરાયલના કેટલાક લોકો એમનું ભોજન જમતા અને તેમના દેવોની પૂજા પણ કરતા. આમ, તેઓ પયોરના દેવ બઆલની ભક્તિમાં સામેલ થયા. આથી ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેઓ પોતાના દેવોન ય ને પ્રસંગે લોકોને નોતરતા હતા; અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સ્ત્રીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવાના પ્રસંગોએ નિમંત્રણ પાઠવતી, એ લોકો યજ્ઞનો જમણ લેતા અને મોઆબીઓના દેવોની પૂજા કરતા.