Numbers 26:64 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ તથા હારુન યાજકે સિનાઈ અરણ્યમાં ઇઝરાયલના વંશજોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ હતી તેઓમાંનો એક પણ માણસ ત્યાં ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે અને આરોને સિનાઈના રણપ્રદેશમાં ઇઝરાયલીઓની પ્રથમ વસતી ગણતરી કરી. તેમાંનો કોઈ આ ગણતરીમાં નોંધાયો ન હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ મૂસાએ તથા હારુન યાજકે જ્યારે સિનાઈના અરણ્યમાં ઇઝરાયલી લોકોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓમાંનું એકે માણસ તેઓમાં રહ્યું નહોતું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.