Numbers 29:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વના પ્રથમ દિવસે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસિત અર્પણ તરીકે તેર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. એટલે તેર વાછરડા, બે ઘેટા, પહેલ વર્ષના ચૌદ નર હલવાન. તેઓ ખોડખાંપણ વગરના હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે યહોવા જેનાથી પ્રસન્ન થાય છે તે અર્પણ કરવું. તમાંરા આ વિશિષ્ટ દહનાર્પણમાં 13 વાછરડા. 2 ઘેટા અને એક વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 14 નર હલવાન ચઢાવવાં.