Numbers 29:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુને સુવાસિત દહનબલિ અગ્નિબલિ તરીકે ચડાવવો. એક આખલો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચડાવવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહોવાને દહનીયાર્પણ, એટલે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો; એટલે એક ગોધો, એક ઘેટો, ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે તમાંરે રોજના કામ ન કરવા. તમાંરે યહોવાને દહનાર્પણો અર્પવા. તેની સુવાસ યહોવાને પ્રસન્ન કરે છે. આ તમાંરા ખાસ દહનાર્પણમાં એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 7 હલવાન હોવા જોઈએ.