Numbers 29:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સુવાસિત દહનબલિ તરીકે તમારે પ્રભુને એક વાછરડો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત ઘેટા ચડાવવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષના સાત નર હલવાન, જોજો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે તમાંરે યહોવા સમક્ષ દહનાર્પણમાં એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષની વયના સાત નર હલવાનો ખોડખાંપણ વિનાના અર્પણ કરવાં. આની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.