Numbers 3:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંડપ અને વેદીની આસપાસના ચોકના પડદાઓ, ચોકના પ્રવેશદ્વારનો પડદો અને તેનાં દોરડાંને લગતા કામની તમામ જવાબદારી સંભાળવાની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આંગણાના પડદા, તથા મંડપની પાસે ને વેદીની આસપાસના આંગણાના દ્વારનો પડદો, ને તેના બધા કામને માટે તેની દોરીઓ, [તે બધું] ગેર્શોનના દિકરાઓના હવાલામાં રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્રમંડપની અને વેદીની આસપાસના ચોકના પડદાઓની, ચોકના પ્રવેશદ્વારના પડદાની, એની દોરીઓની, તેમજ એ બધાંને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.