Numbers 3:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે લોકોએ પવિત્રકોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કોશ તથા મેજ તથા દીપવૃક્ષ તથા વેદીઓ, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો, તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લોકોએ પવિત્રકોશની, બાજઠની, દીવીની અને વેદીઓની, ઉપાસનામાં વપરાતાં પવિત્ર વાસણોની, ગર્ભગૃહ આગળના પડદાની તથા એ બધાને લગતાં સર્વ કામકાજની અને ઉપયોગની સંભાળ રાખવાની હતી.