Numbers 3:45 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોને બદલે મને લેવીઓનું સમર્પણ કર અને ઇઝરાયલીઓના ઢોરઢાંકમાંના પ્રથમજનિતોને બદલે મને લેવીઓનાં ઢોરઢાંકનું સમર્પણ કર અને લેવીઓ મારા થશે. હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઇઝરાયલન પ્રજામાં સર્વ પ્રથમ જન્મેલાઓને બદલે લેવીઓને લે, ને તેઓનાં ઢોરઢાંકને બદલે લેવીઓનાં ઢોરઢાંક લે, અને લેવીઓ મારા થશે, હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘બધા પ્રથમજનિત ઇસ્રાએલીઓના પુરુષોની અવેજીમાં મને લેવીઓ આપ; અને ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરનાં વાછરડાંના બદલામાં લેવીઓનાં ઢોર સોંપી દે.