Numbers 30:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે વચનો અને સંકલ્પો દ્વારા તેણે પોતાની આધીનતા દર્શાવી હોય તે વિષે જ્યારે તેના પિતાના સાંભળવામાં આવ્યું હોય, છતાં તેના પિતાએ કંઈ કહ્યું ન હોય, તો તેનો સંકલ્પ કાયમ રહે. જે વચનથી તેણે પોતાને આધીન કરેલી છે તે કાયમ રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેના પિતાને જાણ થાય, પણ તે તેને મના કરે નહિ, તો તેણે પોતાનું વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. તેને માટે તે માનતા બંધનર્ક્તા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની માનતા ને જે બંધનથી તેણે પોતાને બાંધી હોય તે તેના પિતાએ સાંભળ્યાં હોય, તેમ છતાં તેના પિતાએ તેને કંઈ કહ્યું ન હોય, તો તેની સર્વ માનતાઓ કાયમ રહે, તથા જે પ્રત્યેક બંધનથી તેણે પોતના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે, તથા જે પ્રત્યેક બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેના પિતાને તે વચન વિષે જાણ થાય છતાં તે કશો વાંધો ઉઠાવે નહિ, તો તે વચન તે સ્ત્રીને બંધનકર્તા બને છે.