Numbers 31:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૈનિકોના ભાગમાંથી પ્રભુને માટે કર લેવામાં આવે. કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પાંચસોએ એક એ પ્રમાણે પ્રભુને આપવામાં આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેઓ પાસેથી યહોવાને માટે કર લો, દર પાંચસો [પ્રાણી] માંથી એક પ્રાણી, એટલે માણસોમાંથી તથા ગોપશુઓમાંથી, તથા ગધેડાંમાંથી, તથા ઘેટાંબકરાંમાંથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓના ભાગમાંથી તારે દર 500 કેદીઓ, બળદો, ગધેડાં કે ઘેટાં દીઠ એક યહોવાને માંટે કાઢી લેવું.