Numbers 32:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના દીકરા માખીરના વંશજોએ ગિલ્યાદ જઈને તેને જીતી લીધું અને તેમાં રહેતા અમોરીઓને કાઢી મૂક્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રના લોકોએ ગિલ્યાદના પ્રદેશને આક્રમણ કરીને જીતી લીધો. ત્યાં વસતા અમોરીઓને તેમણે હાંકી કાઢયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મનાશ્શાના દિકરા માખીરના દિકરા ગિલ્યાદ ગયા, ને તે જીતી લઈને જે અમોરીઓ તેમાં રહેતા હતા તેઓને તેઓએ કાઢી મૂક્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ મનાશ્શાના વંશજોમાંથી માંખીરના કુળસમૂહના લોકોએ ગિલયાદ પર ચઢાઈ કરીને તે જીત લીધું અને ત્યાંથી અમોરીઓને હાંકી કાઢયા.