Numbers 32:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના દીકરા યાઈરે ત્યાં જઈને તેનાં નગરો કબજે કરી લીધાં અને તેઓને હાવ્વોથ-યાઈર એવું નામ આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનાશ્શાના પુત્ર યાઈરના ગોત્રના લોકોએ આક્રમણ કરી કેટલાંક તંબૂવાળાં ગામડાં કબજે કરી લીધાં. તેમણે તે પ્રદેશનું નામ “યાઈરનાં ગામડાં” એવું પાડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મનાશ્‍શાના દિકરા યાઈરે ત્યાં જઈને તેનાં શહેરો જીતી લીધાં, અને તેઓને હાબ્બોથ-યાઈર (એટલે યાઈરનાં નગરો) એવું નામ આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શાના કુળસમૂહમાંથી યાઈરના ગોત્રના માંણસોએ ગિલયાદના અનેક નગરો પર ચઢાઈ કરી તેમનાં ગામડાં કબજે કરી લીધાં અને તેઓના પ્રદેશનું નામ બદલીને હાવ્વોથ-યાઈર નામ આપ્યું.