Numbers 33:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુની આજ્ઞાથી આરોન હોર પર્વત પર ગયો. ઇઝરાયલીઓએ ઇજિપ્ત છોડયું ત્યાર પછીના ચાલીસમાં વર્ષે, પાંચમાં મહિનાને પ્રથમ દિવસે એક્સોને ત્રેવીસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત પર ચઢ્યો, ને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી ચાળીસમાં વર્ષના પાંચમા માસને પહેલે દિવસે તે ત્યાં મરણ પામ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.