Numbers 35:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે જે દેશમાં વસો છો અને જેમાં હું વસું છું તેને ભ્રષ્ટ કરશો નહિ; કારણ, હું પ્રભુ છું અને હું ઇઝરાયલી લોકો મધ્યે વસું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું, તેને તમે ન વટાળો. કેમ કે હું યહોવા ઇઝરાયલી લોકોની મધ્યે રહું છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જે દેશમાં વસવા માંટે જાઓ છો, તેને તમે અપવિત્ર ન કરો, કારણ કે હું યહોવા તમાંરી મધ્યે નિવાસ કરનાર છું. તમે જે ભૂમિમાં વસો છો, જેમાં હું વસુ છું તેને તમાંરે ભ્રષ્ટ ન કરવી, કારણ હું યહોવા ઇસ્રાએલીઓ વચ્ચે વસુ છું.”