Numbers 36:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જો તેની દીકરીઓ ઇઝરાયલી લોકોમાંના કોઈ બીજા કુળના પુરુષો સાથે લગ્ન કરે, તો તેઓના દેશનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી નાબૂદ કરવામાં આવશે. તો જે કુળની તેઓ થાય તેને તે ભાગ જોડી દેવામાં આવે. એમ કરવાથી અમારા વારસાના હિસ્સામાંથી તે નાબૂદ કરવામાં આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તેઓ ઇઝરાયલીઓનાં બીજાં કુળનાં કુટુંબમાં લગ્ન કરે તો તેમનો વારસો તે કુળને ફાળે જાય અને અમારા કુળના ભાગનો વારસો એટલો ઘટી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તેઓ ઇઝરાયલી પ્રજાનાં [બીજાં] કુળોમં કોઈ પણ કુટુંબમાં પરણી જાય, તો તેઓનો વારસો અમારા પિતૃઓના વારસામાંથી જુદો પાડવામાં આવે, ને જે કુળની તેઓ થાય તેના વારસામાં તે જોડી દેવામાં આવે. તો એમ કરવાથી તે અમારા વારસાના હિસ્‍સામાંથી જતો રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હવે જો તેઓ ઇસ્રાએલીઓના કોઈ બીજા કુળસમૂહમાં પરણે, તો તેમની જમીન તે કૂળસમૂહને જશે, અને અમાંરા કુળસમૂહના ભાગની જમીનમાં એટલો ઘટાડો થશે.