Numbers 36:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે ઇઝરાયલીઓનું જુબિલી પર્વ આવશે, ત્યારે તેઓનો ભાગ તેઓ જે કુળની થઈ હશે તે કુળને તેના ભાગ સાથે જોડી દેવામાં આવશે. આ પ્રમાણે, તેઓનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી લઈ લેવામાં આવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે જ્યારે ઇઝરાયલી લોકો માટે ઋણમુક્તિનું પર્વ આવશે ત્યારે સલોફહાદની દીકરીઓનો વારસો તેઓ જે કુળમાં પરણી હશે તેમનો થઈ જશે અને અમારું કુળ એ વારસો કાયમને માટે ગુમાવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે ઇઝરાયલીઓની જુબિલી આવશે, ત્યારે તેઓનો વારસો જે કુળની તેઓ થઈ હશે તેના વારસા સાથે જોડાઈ જશે; અને એથી તેઓનો વારસો અમારા પિતૃઓના કુળના વારસામાંથી જતો રહેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જ્યારે ઇસ્રાએલીઓનું જુબિલીનું વર્ષ આવે, ત્યારે પણ તેમની જમીન તેઓ જે કૂળસમૂહમાં પરણી હશે તે કુળસમૂહની જમીનમાં જ કાયમ રહેશે, અને અમાંરો કૂળસમૂહ એ કાયમને માંટે ગુમાંવશે.”