Numbers 4:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તથા આંગણાના પડદા, મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તેઓની દોરીઓ, તેના કામને લગતાં સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે અને તેના સંબંધમાં તેઓ સેવા કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંડપ અને યજ્ઞવેદીની આસપાસના ચોકના પડદા અને દોરડાં, ચોકના પ્રવેશદ્વારનો પડદો અને તે બધાને લગતી સર્વ સાધનસામગ્રી તેમણે ઉપાડવાની છે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા આંગણાના પડદા, તથા મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તથા તેઓની દોરીઓ, તથા તેઓના કામને લગતાં સર્વ ઓજારો, તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે, ને એના સંબંધમાં તેઓ સેવા કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તથા ચોકના પડદા, પવિત્રમંડપ અને વેદીની આસપાસના ચોકના પ્રવેશદ્વારનો પડદો-દોરડાંઓ, અને એ સર્વને લગતી બધી સાધન-સામગ્રી ઉપાડવાની જવાબદારી તેઓની છે.