Numbers 5:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલપુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ કરીને જો કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની વિરુદ્ધ અપરાધ કરે તો તે વ્યક્તિ દોષિત બને છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તું ઇઝરાયલી લોકોને કહે કે જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા તોડીને માનવસહજ પાપ કરીને બીજાનું નુક્સાન કરે તો તેથી તે દોષિત ઠરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઇઝરયલ પુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ જો કોઈ પુરુષ કે સ્‍ત્રી કરીને યહોવાની વિરુદ્ધ ઉલ્લંઘન કરે, ને એમ તે જન ગુનેગાર થાય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું ઇસ્રાએલીઓને કહે કે, જે પુરુષ અથવા સ્ત્રી યહોવાની આજ્ઞાઓનો ભંગ કરીને અન્યને નુકસાન કરે, તો તે દોષિત બને છે, તેથી તેણે તે બદલ પ્રાયશ્ચિત કરવું જ જોઈએ.