Numbers 6:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને નવેસરથી પ્રભુને પોતાના નાઝીરીપણાના દિવસો સમર્પિત કરીને નાઝીરીવ્રતની શરૂઆત કરે. પહેલાંનો સમય રદબાતલ ગણાય; કારણ, વ્રતભંગ થયો હતો. તેના દોષનિવારણબલિ તરીકે તેણે એક વર્ષનો ઘેટો આપવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે યહોવાની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો અર્પણ કરે, ને દોષર્થાર્પણને માટે પહેલાં વર્ષનો નર હલવાન લાવે, અને આગલા દિવસો રદ જાય, કેમ કે તેનું વૈરાગ [વ્રત] ભંગ થયું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે જ દિવસે તેણે ‘નજીરી’ ના વ્રતની નવેસરથી શરૂઆત કરીને વાળ વધારવા. આ અગાઉના તેના સમર્પણના દિવસો ગણવામાં આવશે નહિ, કારણ, તેનો વ્રતભંગ થયો હતો જેના દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું.