Numbers 6:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને નાજીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પોતાના સમર્પિત માથાના વાળ કપાવવા અને સમર્પિત વાળને સંગતબલિના અગ્નિમાં સળગાવી દેવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નાજરી મુલાકાતમંડપના દ્રાર પાસે પોતાનું વૈરાગી માથું મૂંડાવે, ને પોતાના વૈરાગી માથાના વાળ લઈને શાંત્યર્પણોના યની નીચેના અગ્નિ પર તે મૂકે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“નાઝારી વ્રત ધારણ કરનારે પવિત્રમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવાં, અને એ સમર્પિત કરી શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં હોમી દેવા.