Numbers 6:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાઝીરી વ્રતમાં અલગતાના સર્વ દિવસો દરમિયાન તેણે માથાના વાળ કપાવવા નહિ કે દાઢી કરવી નહિ. વ્રત પૂરું ન થાય ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત થયેલ છે. તેણે તેના વાળ તેમજ દાઢી વધવા દેવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાં બીથી તે છોતરાં સુધી તેના માથા પર અસ્‍ત્રો ન ફરે. જે મુદતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરી થયા સુધી તે શુદ્ધ રહે, તે પોતાના માથાના કેશ વધવા દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી એ સમય દરમ્યાન તેણે વાળ કપાવવા નહિ, કારણ કે તેનું વ્રત ચાલુ હોય છે, અને જયાં સુધી વ્રત પૂરું પૂર્ણ ન થાય ત્યાં સુધી તે દેવને સમર્પિત થયેલો છે તેથી તેણે પોતાના વાળ વધારવા જોઈએ.