Numbers 9:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જો કોઈ પરદેશી તમારામાં રહેતો હોય અને તે યહોવાહને માટે પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે તે પાળે. દેશના વતની તથા પરદેશી સૌને માટે સરખો જ નિયમ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારી વચ્ચે કોઈ પરદેશી વસતો હોય અને જો તે પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી કરવા માંગતો હોય તો તેણે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ અનુસાર પર્વની ઉજવણી કરવી. દેશના વતની અને બહારથી આવીને વસેલા પરદેશી બંનેને સમાન નિયમ લાગુ પડે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ પરદેશી તમારી મધ્યે પ્રવાસ કરતો હોય, ને તે યહોવાને માટે પાસ્ખાપર્વ પાળવા ચાહે, તો પાસ્ખાપર્વ વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે. પરદેશી તથા વતની બન્‍નેને માટે એક જ વિધિ થાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ તમાંરી વચ્ચે કોઈ વિદેશી રહેતો હોય અને તે પાસ્ખા ઊજવવા ઈચ્છતો હોય તો તેણે પણ એના બધા નિયમો અને વિધિઓ પ્રમાંણે એ ઊજવવું જોઈએ. દેશના વતનીઓ તથા વિદેશીઓ સૌને માંટે એક જ નિયમ છે.”