Numbers 9:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્યમંડપ પર આચ્છાદન કર્યું. અને સાંજથી સવાર સુધી મંડપ ઉપર તેનો દેખાવ અગ્નિની જેમ ઝળહળતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાક્ષ્યમંડપ, એટલે મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે વાદળે આવીને તેને ઢાંકી દીધો. રાત્રિને સમયે સવાર સુધી તે વાદળ અગ્નિરૂપ લાગતું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે મેઘે મંડપ પર, એટલે કરારમંડપ પર, આચ્છાદન કર્યું, અને સાંજથી તે સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિરૂપે આવી રહેતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો.