Obadiah 1:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દિવસે પરદેશીઓ તેની સંપત્તિ લઈ ગયા અને બીજા દેશના લોકો તેનાં દરવાજાઓની અંદર પ્રવેશ્યા અને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી. તે દિવસે તું દૂર ઊભો રહ્યો અને તેઓમાંનો એક જ હોય તેવું તેં કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિદેશી શત્રુઓએ તેમના દરવાજા ભાંગી નાખ્યા તે દિવસે તું બાજુ પર ઊભો રહ્યો. પરદેશીઓએ યરુશાલેમની મિલક્ત લૂંટી લઈ અંદરોઅંદર વહેંચી લીધી ત્યારે તું પણ તેમના જેવો જ અધમ બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે દિવસે પરદેશીઓ તેની સંપત લઈ ગયા, ને બીજા દેશના લોકો તેના દરવાજાઓની અંદર પેસી ગયા, ને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી, તે દિવસે તું આઘો ઊભો રહ્યો, હા, તું જાણે તેઓમાંનો જ એક હોય તેમ [તેં કર્યું.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે દિવસે દુશ્મન પરદેશીઓ યરૂશાલેમનાં દરવાજાઓમાં પ્રવેશ્યા અને તેની સંપત્તિ કબજે કરી અને ચિઠ્ઠીઓ નાખી તેના ભાગ કર્યા, તું જોતો ઉભો રહ્યો અને તેઓમાંનો એક બન્યો.