Obadiah 1:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાસી જતા લોકને કાપી નાખવા માટે તું તેઓના રસ્તામાં આડો ઊભો ન રહે. અને તેના લોકના જેઓ બચેલા હોય તેઓને સંકટસમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકો બચવાને નાસભાગ કરી રહ્યા હતા ત્યારે તેમની ક્તલ કરવા તારે ધોરી માર્ગની ચોકડીએ ઊભા રહેવું જોઈતું નહોતું; તેમજ બચી ગયેલા લોકને તેમની આપત્તિના વખતે તારે તેમના શત્રુઓને હવાલે કરવા જોઈતા નહોતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના લોકોમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન રહે. અને તેના લોકોમાંના જેઓ બચી રહેલા હોય તમને સંકટ સમયે [શત્રુઓના હાથમાં] સોંપી ન દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારે તારા ભાગી જતા ભાઇઓની હત્યા કરવા રસ્તાના ફાંટા આગળ ઊભા રહેવું જોઇતું નહોતું. મુશ્કેલીનાં સમયમાં તારે બચેલા લોકોને બંદીવાન કરી લેવા જોઇતા ન હતાં.