Obadiah 1:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે સર્વ વિદેશીઓ પર યહોવાહનો દિવસ પાસે છે. તમે જેવું બીજા સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે. તમારા કૃત્યોનું ફળ તમારે જ ભોગવવું પડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“સઘળી પ્રજાઓનો ન્યાય કરવાનો મારો દિવસ પાસે છે. અદોમ, તેં જેવું કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે. તેં જે આપ્યું છે તે જ તને પાછું અપાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાનો દિવસ પાસે છે. જેવું તેં [બીજાઓને] કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે; તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા ટૂંક સમયમાં જ સર્વ રાષ્ટ્રો પર વેર લેશે. તમે જેવું ઇસ્રાએલ સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે. તમારા કૃત્યો તમારા જ માથાં પર પાછા અફળાશે.