Obadiah 1:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી સાથે મૈત્રી કરનારા સર્વ માણસો તને તારા માર્ગે એટલે સરહદ બહાર કાઢી મૂકશે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને છેતરીને તારા પર જીત મેળવી છે. જેઓ તારી સાથે શાંતિમાં રોટલી ખાય છે તેઓએ તારી નીચે જખ્મ કર્યો છે. તેની તને સમજ પડતી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારાં મિત્ર રાજ્યોએ તને ઠગ્યો છે. તારા પોતાના જ દેશમાંથી તેમણે તને હાંકી કાઢયો છે. જેઓ તારી સાથે સુલેહશાંતિમાં હતા તેમણે જ તને જીતી લીધો છે. તારી સાથે ખાણીપીણી લેનારાઓએ જ તને જાળમાં ફસાવ્યો છે. તારે વિષે તેઓ કહે છે: ‘તેની બધી ચાલાકી ક્યાં ચાલી ગઈ?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી સાથે સંપ કરનારા સર્વ માણસોએ તને માર્ગ પર, હા, છેક સરહદ સુધી હાંકી કાઢ્યો છે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને ઠગીને તારા ઉપર જીત મેળવી છે. તારી રોટલી [ખાનારાઓ] તારી નીચે ફાંસલો માંડે છે, [તને] તેની સમજ પડતી નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારી સાથે મૈત્રી કરાર કર્યો છે, તેઓ તને સરહદ બહાર કાઢી મુકશે. તેઓ તને છેતરશે. તારા બધા મિત્રો તને હરાવશે. તેઓ તારો રોટલો તારી નીચે જાળની જેમ રાખે છે. ‘તને તેની સમજ નહિ હોય.’”