Philemon 1:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ શબ્દો હું મારા પોતાના હાથથી લખું છું: “હું પાઉલ એ દેવું ભરપાઈ કરી આપીશ.” તું તારા સમગ્ર જીવનને માટે મારો દેવાદાર છે તે વિષે તો હું તને કહેતો જ નથી!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, હું તે વાળી આપીશ. ખરું જોતાં તું તારી જાતનો મારો કરજદાર છે, પણ તે વિષે હું તને કશું કહેતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો.