Proverbs 24:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તું કહે કે, "અમે તો એ જાણતા નહોતા." તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તું બહાનું કાઢીને કહે, “મને એની ખબર નહોતી,” તો શું હૃદયોની તુલના કરનાર ઈશ્વર તારો એ વિચાર નહિ જાણે? તારા જીવનુંય રક્ષણ ઈશ્વર કરે છે એ શું તું નથી જાણતો? તે તારાં કાર્ય અનુસાર તને પ્રતિફળ આપશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તું કહે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત:કરણોની તુલના કરે છે તે તેનો વિચાર શું કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે. તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા,” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું જાણતો નહોત? અને જે તારા જીવનનો રક્ષક છે તે શું જાણતો ન હોત? અને તે પ્રત્યેક વ્યકિતને તેમનાં કર્મ પ્રમાણે પાછું નહિ આપશે?