Proverbs 31:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પરોઢ થાય તે પહેલાં ઊઠીને પોતાના પરિવાર માટે ભોજનનો પ્રબંધ કરે છે, અને દાસીઓને કામ વહેંચી આપે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઊઠે છે, પોતાના ઘરનાંને ખાવાનું આપે છે, અને પોતાની દાસીઓને તેમનું કામ નીમી આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે, અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.