Proverbs 6:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો મારા પુત્ર, તું એ માણસના સકંજામાં આવી ગયો છે; તો જલદી જા અને તને મુક્ત કરવા તેને નમ્રતાપૂર્વક આજીજી કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો, મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર: જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર.