Proverbs 7:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે તે તરત તેની સાથે ગયો. ક્તલ માટે લઈ જવાતા આખલાની જેમ, અને જેનું કાળજું અંતે તીરથી વિંધાય છે એવા જાણીબૂઝીને ફાંદામાં કૂદતા હરણની જેમ, તે જાય છે. તે યુવાન જાળમાં સપડાતા પક્ષીના જેવો છે; તેને ખબર નથી કે તેની જિંદગી જોખમમાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ [બેડી નખાવીને] મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અચાનક તે જેમ બળદ કસાઇવાડે જાય, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઇ જવાય તેમ જલ્દીથી તેની પાછળ જાય છે.