Psalms 11:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ કે દુષ્ટોએ ધનુષ્યો પર પોતાનાં બાણ ચડાવીને તાક્યાં છે; જેથી તેઓ અંધારામાં જ સજ્જનોને વીંધી નાખે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, જુઓ, દુષ્ટો ધનુષ્ય તાણે છે, પણછ પર બાણ તૈયાર કરે છે કે, તેઓ અંધારામાં શુદ્ધ હ્રદયવાળાઓને મારે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ, તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે. તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે, અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.