Psalms 123:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ દાસની આંખો પોતાના માલિકના હાથ તરફ અને દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ મંડાયેલ હોય છે; તેમ પ્રભુ અમારા પર કૃપા ન કરે ત્યાં સુધી અમારી મીટ અમારા ઈશ્વર પર મંડાયેલી રહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ [તાકેલી રહે છે]. તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે; જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે; તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.