Psalms 127:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(આરોહણનું ગીત: શલોમોનનું) જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચઢવાનું ગીત; સુલેમાનનું. જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો યહોવા ઘર ન બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!