Psalms 132:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; "હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, તમે દાવિદ સાથે સત્યપ્રતિજ્ઞા કરી: “હું તારા પુત્રોમાંથી એકને રાજા બનાવીશ, તે તારા પછી રાજ્ય કરશે; જો તારો પુત્ર મારો કરાર પાળશે અને હું શીખવું તે આદેશોનું પાલન કરશે, તો તેના વંશજો પણ સદાસર્વદા તારા રાજ્યાસન પર બિરાજશે.” ઈશ્વર એ પ્રતિજ્ઞા તોડશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી: “હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.