Psalms 139:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારાં અદ્ભુત કાર્યો માટે હું તમારી સ્તુતિ કરું છું; તમારાં સર્વ કાર્યો અજાયબ છે અને હું પણ તમારી એક અજાયબ કૃતિ છું અને મારો પ્રાણ તે સંપૂર્ણપણે જાણે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે. માટે હું તમારી આભારસ્તુતિ કરીશ. તમારાં કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી રીતે જાણે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ; માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ; હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!