Psalms 139:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તમારી આંખોએ મારું ગર્ભસ્વરૂપ નિહાળ્યું હતું, મારા જીવનનો એકપણ દિવસ હજી અસ્તિત્વમાં આવ્યો નહોતો, તે પહેલાં મારે માટે નક્કી થયેલા દિવસો તમારા પુસ્તકમાં નોંધાયેલા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો. પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા, તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા. અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!