Psalms 14:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, "ઈશ્વર છે જ નહિ." તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે અધમ કૃત્યો કર્યાં છે, અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું [ગીત]. મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ પતિત છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે; સત્કાર્ય કરનાર કોઈ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.” તે માણસ ષ્ટ અને અનૈતિક છે. તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.