Psalms 14:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર પ્રગટ થાય તો કેવું સારું! ત્યારે તો પ્રભુ, ઇઝરાયલને પુન: આબાદ કરશે; ત્યારે યાકોબના વંશજો આનંદ કરશે અને ઇઝરાયલના લોકો હર્ષ પામશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સિયોનમાંથી ઇઝરાયલનું તારણ આવે તો કેવું સારું! યહોવા પોતાના લોકની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભલે ઇસ્રાએલનું તારણ સિયોન પર્વત પર આવે. જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે ત્યારે યાકૂબ પ્રસન્ન થશે અને ઇસ્રાએલ સુખી થશે.