Psalms 142:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈશ્વર, મારા જમણા હાથ તરફ જુઓ; મારી પડખે મને ઓળખનાર કોઈ નથી; મારે માટે કોઈ આશ્રયસ્થાન પણ નથી, અને મારી દરકાર કરનાર કોઈ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારે જમણે હાથે જુઓ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી; મારે કોઈનો આશરો નથી; કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.