Psalms 148:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સર્વ, યહોવાના નામની સ્તુતિ કરો; કેમ કે એકલું તેમનું જ નામ બુલંદ છે; તેમનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે સર્વે યહોવાની સ્તુતિ કરો કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે! આકાશ અને પૃથ્વી પરની તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!