Psalms 17:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈશ્વર, તમે તો તમારે શરણે આવનાર લોકને તેમના શત્રુઓથી બચાવનાર છો, તેથી તમારો પ્રેમ પ્રગટ કરો; મને તમારી આંખની કીકીની જેમ સાચવો, અને તમારે જમણે હાથે રાખો; લૂંટી લેનાર દુષ્ટોથી તથા ઘેરી વળેલા ઘાતકી શત્રુઓથી મને તમારી પાંખોની છાયા નીચે સંતાડો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ તમારા પર ભરોસો રાખે છે [તેમની સામે] ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદભુત કરુણા દર્શાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભરોસો રાખીને જેઓ તમારી પાસે, શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે; તેઓને તમે તમારા જમણાં હાથે તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.